ગેરકાયદેસર રીતે અફીણના રસના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી

WhatsApp-Image-2021-08-21-at-10.47.48-AM

જે.આર.મોથાલીયા સાહેબ,, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ નાઓ તરફથી કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે તા.૧૬/૦૮/૨૦૨૧ થી ૧૫/૦૯/૨૦૨૧ સુધી દિન- ૩૦ ની એન.ડી.પી.એકટ ૧૯૮૫ હેઠળ સ્પે. ડ્રાઇવ (ઝુંબેશ) રાખેલ હોઇ જે અન્વયે સૌરભ સિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ- જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સાહેબએ એન.ડી.પી.એસ.નાં કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઇ દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફનાં પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર રધુ રામા રબારી, રહે. જી.એમ.ડી.સી. ઉમરસર ખાણથી ઉત્તરે આશરે ૦૧ કી.મી. દુર પ્રાણપર ગામની સીમ, ધોળાતળાવની બાજુમા, ઘડુલી-લખપત હાઇવે, તા.લખપત વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં માદક પદાર્થ અફીણના રસનો જથ્થો ૧૫૨ ગ્રામ રાખી જેની કી.રૂ.૧૫,૨૦૦/- તથા અન્ય મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ- ૦૧, કી.રૂ.૫૦૦/-, રોકડ રૂ. ૨૧૦/- એમ કુલ ૧૫,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ દયાપર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં નખત્રાણા સી.પી.આઇ. એ.સી.પટેલ સાહેબ તથા એસ.ઓ.જી. ભુજનાં ઇન્ચાર્જ પો.ઇન્સ એ.આર.ઝાલા સાહેબની સુચનાથી એસ.ઓ.જી. નાં એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ સોલંકી, ચેતનસિંહ જાડેજા, સાજીભાઇ રબારી, રજાકભાઇ સોતા, પો.કોન્સ. જોરાવરસિંહ જાડેજા, ગોપાલભાઇ ગઢવી જોડાયેલ હતા.