રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં મહોરમની સાદાઈથી ઉજવણી કરવામાં આવી

હાલ ચાલી રહેલ મુસ્લિમ સમાજ ના પવિત્ર રમઝાન માસ દરમિયાન મહોરમની ઉજવણી કરવામાં આવી છે જે મુજબ આજે રાપર શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર ની ગાઈડ લાઈન મુજબ સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર ની જામા મસ્જિદ પાસે તાજીયા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી મહોરમ તાજીયા દરમિયાન કોઈ પણ પ્રકારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ના હતી આજે મહોરમ નિમિત્તે મુસ્લિમ સમાજ ના આગેવાનો અનુક્રમે અનવરશા બાપુ કુતુબશા શેખ લાલમામદ રાઉમા જાનખાન બલોચ હાજીભાઈ ખાસકેલી ઈસમાઈલ ભાઈ પણકા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હિન્દુ મુસ્લિમ એકતા સમાન આ તાજીયા મહોરમ દરમિયાન હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમ રાપર શહેરમાં તાજીયા મહોરમ ની મુસ્લિમ સમાજ દ્વારા સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન ઝીઝુવાડીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો