આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન હેઠળ અંજાર શહેર વોર્ડ નો 4 ખાતે 50 શિક્ષિત યુવાનો જોડાયા

આવી રાહુ છે ત્યારે અંજાર શહેર વોર્ડ નો 4 જે હાલે સતાપક્ષ ના અધ્યક્ષા  નો છે તે વોર્ડ મા 50 શિક્ષિત આગેવાનો તેમજ નવ યુવાનો અંજાર શહેર પ્રમુખ હિરેન સોરઠીયા, પૂર્વ કરછ ર્જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા,ઉપ પ્રમુખ જોગેન્દ્ર સિંહ,સંગઠન મંત્રી દનુભા જાડેજા,ઉપ પ્રમુખ દેવેન્દ્રસિંહ, હિરેનભાઈ આહીર,પ્રવીણ ચોટારા,હિરેન હડીયા,મયુરસિંહ તેમજ કિશોર ભાઈ રાઠૉડ ની આગેવાની હેઠળ સદસ્યતા જોડો અભિયાન નું આયોજન કરવામાં આવેલ હતું. કોરોના કહેર વરચે સ્થાનિક રહેવાસીઓ એ પોતાની વેદના જણાવેલ હતી.સોસાયટી ના આંતરીક રસ્તા થોડા સમય પહેલા બનાવવા મા આવેલ હતા તે કથીત ભ્રસ્ટાચાર ના કારણે તૂટી પડ્યા છે.નવી નાખેલ ગટર લાઈન બિસ્માર હાલતમાં છે. સૌથી મોટી સમસ્યા વરસાદી માહોલ વરચે પાણી ના વહેણ ને ભૂમાફિયા દ્વારા અવરોધ ઉભો કરવાના કારણે 3 થી 4 સોસાયટી ના ઘરો મા પાણી ભરાઈ જાય છે તેવી અનેક સમસ્યાઓ ના ઉકેલ માટે સત્તાધારી પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ છે તેથી ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવતી આમ આદમી પાર્ટી તરફ સમગ્ર ગુજરાત મા શિક્ષિત અને ઈમાનદાર લોકો જોડાઈ રહ્યા હોવાથી અંજાર વોર્ડ 4 ના લોકો આજે વિધિવત આમ આદમી પાર્ટી ની ટોપી અને ખેશ ધારણ કરેલ છે તેવું પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા એ અખબારી યાદી દ્વારા જણાવેલ છે.