આઈ.ટી.આઇ. ભુજ ખાતે બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

ભુજ, ગુરૂવારઃ

આઇ.ટી.આઇ., ભુજ ખાતે કાર્યરત જુદા જુદા વ્યસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની બીજા તબક્કાની અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે અને પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તા.૧૦/૯/૨૦૨૧ છે. આઇ.ટી.આઇ. ભુજ ખાતે ધોરણ ૮ અને ૧૦ ધોરણ પાસ માટે વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. વધુ વિગત માટે નજીકની ઔધોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.