ભુજ શહેર ભાજપ દ્વારા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતગંત પ્રશિક્ષણ વર્ગ યોજાયો.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોમાં જાગુકતા કેળવવાના હેતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત તાજેતરમાં ભુજ શહેર ભાજપ દ્વારા પ્રશિક્ષણવર્ગ ભુજ મધ્યે યોજવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં શહેરભરના અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને આગામી દિવસોમાં જો કોરોનાના કેસમાં વધારો થાય તો કઈ રીતે લોકો અને આરોગ્ય કર્મીઓ વચ્ચે સંકલનરૂપ સેતુ બનીને યોગદાન પ્રદાન કરી શકાય એ વિશે સુયોગ્ય તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેએ રોગ પ્રતિકારક શકિત વિશે વિસ્તૃતમાં છણાવટ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમ્યાન લોકોએ વિચલીત થયા વિના સ્વસ્થચિતે મકકમતાપૂર્વક કોરોનાનો સામનો કરવો જોઈએ અને સૌ કાર્યકરોએ પણ લોકોને શારીરીક અને માનસીક રીતે સજજ કરવા માટે પૂર્ણપણે પ્રયત્ન કરવા જોઈએ. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરે કોરોનાની મહામારીથી બચવા માટે યોગ અને પ્રાણાયામની ઉપયોગીતા સમજાવીને કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર સમયે ફકત ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને મૂક સેવા ગણાવીને બિરદાવી હતી. જિલ્લા ભાજપ મંત્રી તથા ભજ શહેર ભાજપ પ્રભારી નિલમબેન લાલવાણીએ જણાવ્યું હતું કે, બુથ વાઈસ સ્વયંસેવકોની ટીમ દ્વારા લોકોમાં રસીકરણ, સોશીયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પર પુરતું ઘ્યાન કેન્દ્રિત કરીને સંભવિત આપતિને પરાસ્ત કરવા આગોતરું આયોજન કરવું અનિવાર્ય છે. વર્ગને સંબોધતા જિલ્લા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન સહ ઈન્ચાર્જ ડો.રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે જો તકેદારીના પગલા લેવાય તો તેને રોકી શકાય છે. ઉપરાંત કોરોનાના લક્ષણો દરમ્યાન હોમ આઈશોલેસન તથા હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓને ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવકો કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની વિસ્તૃત માહિતી આપી હતી. ભજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકરે ભુજ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવેલ પ્રશિક્ષણ વર્ગને બિરદાવી અને ભજ શહેરના નાગરીકોમાં કોરોના સામે જાગૃતિ આવે તે માટે ભુજ નગરપાલિકાના સહયોગની ખાતરી ઉચારેલ હતી. ૧૦૦% રસીકરણ થાય તે માટે પક્ષના કાર્યકરો અને નગરજનોને સંયુકતપણે અપીલ કરી હતી.