જામનગરની પરણિતાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી બહાર કાઢવાની ફરિયાદ

જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેણીના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી બહાર કાઢીવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સસરા પક્ષના ચાર સભ્યો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ઓશવાળ કોલોની શેરી નંબર-2 માં રહેતી અરુણાબેન મુકેશભાઈ નકુમ નામની 34 વર્ષની પરિણીત મહિલાને તેણીના સાસરિયાઓએ મારકૂટ કરી ઘરથી બહાર કાઢતાં તેમણે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પોતાના સાસરીયાઓ સામે દુ:ખ-ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે અરુણાબેન ના પતિ મુકેશ હરિલાલ નકુમ, સસરા હરિલાલ ઉર્ફે ગોવિંદભાઈ નકુમ, સાસુ અનસુયાબેન હરિલાલ નકુમ, ઉપરાંત દિયર અમિત હરિલાલ નકુમ સામે ગુનો નોંધ્યો છે, અને તપાસ હાથ ધરી છે.