જામનગર શહેર-જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ કરનાર સાત શખ્સો સામે ગુન્હો

જામનગર પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ ગાઇડ લાઇનના જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સામે સાત શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. આ આરોપીઓમાં દુકાનના કર્મચારી સામે પણ ફરિયાદ કરી હતી.

જામનગરમાં મહાવીરનગરમાં રહેનાર અને દુકાનમાં મજૂરી કામ કરનાર રવિ રાજુભાઇ કટારમલ નામના સિંધી ભાનુશાળી શખ્સને અરધી રાત્રે 12:15 કલાકે પોતાની દુકાન ખુલ્લી રાખી હતી જેમાં જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા સબબ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત માસ્ક પહેર્યા વગર કે, ખુલ્લુ મોં રાખીને જાહેરમાં નિકળેલા લાલપુરના જીતેશ પ્રકાશભાઇ સોલંકી, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના કેવલ બોઘાભાઇ કોળી, જામજોધપુરના ધવલ અમૃતલાલ સાપરીયા, જામનગર તાલુકાના દરેડ ગામના ભગીરથસિંહ હનુભા જાડેજા, જામનગરના રજાનગરમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે ભુરો અલ્લારખા ખફી અને જામનગરના તિરૂપતિનગરમાં રહેતા વિકી ગોપાલભાઇ કાપડી નામના શખ્સની સામે જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.