આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ઉજવણી કરવામાં આવી છે અને સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ મૂર્તિ ઉપલેટા શહેરમાં મૂકવામાં આવી હતી.

આજે ભારતના રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર પહેરાવેલ અને ઉજવણી કરેલ જેમાં ઉપલેટા શહેરની અનેક હસ્તીઓ જોડાઈ હતી ત્યારે આ ઉપલેટા શહેર એક એવું શહેર છે કે જ્યાં સમગ્ર ભારતમાં પ્રથમ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા મૂકવામાં આવી છે જે સમગ્ર ઉપલેટા તેમજ જિલ્લા અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઉપલેટા શહેરના રેલવે સ્ટેશન ચોકમાં આ પ્રતિમા વર્ષ 1961 માં મુકવામાં આવી હતી અને આ પ્રથમ મૂર્તિ જ્યારે મૂકવામાં આવી ત્યારના પણ ઘણા દૃશ્યો આજે પણ યાદો તાજા થતી માલૂમ પડે છે અને આ સમગ્ર બાબત ઉપલેટા શહેર, તાલુકા અને જિલ્લા તેમજ ગુજરાત માટે ગૌરવ વધારે છે. ઉપલેટા શહેરમાં જ્યારે આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા મુકવામાં આવી ત્યારે અહીંયા સમગ્ર પંથકના લોકો આ ખાસ પલને જોવા માટે આવી પહોંચ્યા હતા અને આ ઉપલેટામાં મૂકવામાં આવેલ પ્રથમ મૂર્તિની સ્થાપના થઈ રહેલ તેમના જીવંત દ્રશ્યો જોવા આવી પહોંચેલ હતા. આજે આપણા રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી છે ત્યારે તેમના વિશે ખાસ સાંભળીયે ઉપલેટાના લોક ગાયક એવા માલદે આહિરને સમગ્ર ભારતમાં ઝવેરચંદ મેઘાણીની પ્રથમ મૂર્તિ આજે પણ ઉપલેટાનું ગૌરવ વધારે છે ત્યારે આજના પ્રસંગે આ ખાસ પંક્તિ યાદ કરીએ તો “જનની ના હૈયામાં પોઢંતા-પોઢંતા પીધો કસુંબીનો રંગ” આ પંક્તિ આજે પણ જ્યારે સાંભળીયે ત્યારે ભારતના રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની યાદ અને તેમને લખેલા ગીતો, કવિતાઓ છંદો સહિતની રચનાઓ સાંભળીને આજે પણ સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે.
રિપે:- જયેશ મારડિયા ઉપલેટા