રાપર ના આંઢવાળા તળાવમાં સુરખાબ નું આગમન

હાલ કચ્છમાં દુકાળ ના ડાકલાં વાગી રહ્યા છે તળાવ ડેમો ખાલી થઈ જવાની અણી પર છે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને ડેમો માટે પાણી નહિવત છે શ્રાવણ માસ અગધા ઉપર ગયો છે ત્યારે વન વગડો ઉજ્જડ સુકોભઠ જોવા મળે છે ત્યારે રાપર શહેર ના આંઢવાળા તળાવ મા રહ્યું શહયુ પાણી બચ્યું છે ત્યારે સાઇબિરીયા થી હજારો માઇલ દૂર થી શિયાળો ગાળવા માટે ફલેમિંગો આવે છે ત્યારે હજુ અઢી ત્રણ મહિના ની રાહ છે ત્યારે અત્યાર થી રાપર તાલુકાના નર્મદા કેનાલ ની આસપાસ તેમજ તળાવ મા ફલેમિંગો બતક તેમજ અન્ય જળચર પક્ષીઓ એ પડાવ નાખ્યો છે આ અંગે રાપર ઉતર રેન્જ ના વનપાલ પ્રભુભાઈ કોળીએ જણાવ્યું હતું કે આંઢવાળા તળાવ મા એકાદ માસ ચાલે એટલું પાણી બચ્યું છે જેમાં આ વિદેશી યાયાવર પક્ષીઓ ને ખોરાક મળી રહે છે એટલે આ તળાવમાં એક સપ્તાહ થી વધુ સમય સુધી પડાવ છે આ તળાવ ની નજીક રહેતા દિનેશ ભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે આજુબાજુના લોકો આ યાયાવર પક્ષીઓ નો કોઇ શિકાર ના કરે કે કોઇ હાનિ ના પહોંચે તે માટે લોકો સતર્કતા દાખવી રહ્યા છે શહેરના લોકો વિદેશી યાયાવર પક્ષીઓ ને જોવા આવી રહ્યા છે
બાઈટ દિનેશ ભાઈ ચૌહાણ.. રહેવાસી રાપર