આજ રોજ ડગરાવાસ, માધાપર મધ્યે વસવાટ કરતા અનુસૂચિત જાતિના લોકો માટે ખાસ અંગભૂત યોજના હેઠળ વીજળી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.



જે આજે કચ્છ જિલ્લા પંચયાત ના પ્રમુખ પારૂલ બેન, પી.જી.વી.સી.એલ ના ગરવા સાહેબ, વ્યાસ સાહેબ અને વીરા આલા મારવાડા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું…. જેમાં મુખ્ય મહેમાન તરીકે પારૂલ બેન, ગરવા સાહેબ, વીરા આલા મારવાડા નું કચ્છી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું…. આ કાર્યક્રમ દરમિયાન સમાજ ના આગેવાનો શંકર ડગરા, મૂરા વલાસિયા, રવા સૂંઢા, લાલા ડગરા, મુલા ખજુ, સવા ભુલા, દ્વારા વીરા આલા મારવાડા ને કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોર્ચા માં મંત્રી બનવા બદલ વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું… વીરા મારવાડા દ્વારા ખાસ અંદ્ભૂત યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી… સંચાલન દેવા મારવાડા અને આભારવિધિ શંકર મારવાડા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા વીરા આલા મારવાડા એ જહેમત ઊઠાવી હતી..
પ્રેમજી બળિયા મોટીવિરાણી