ફેક ઇ-મેઇલ આઇડી બનાવડાવી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપીયા મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાઇ

ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક વેબસાઇટો બનાવડાવી તેમાં કીડની સેલ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાત મુકી તથા આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડી બનાવડાવી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપીયા મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર વધુ એક મુખ્ય નાઇઝેરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ ગઇ તા.૦૩/૦૯/૨૦૨૦ થી તા.ર૧/૧૦/૨૦૨૦ દરમ્યાન ઓનલાઇન ફેક વેબસાઇટ બનાવી તેમાં કીડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી ઓફરો મુકી તેમાં મોબાઇલ નં.૯૦૯૦૫૪૬૬૦૯ ના વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવી તે મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા તેઓએ પોતાની ઓળખાણ ડો.શીલ્પા કુમાર, મનીપાલ હોસ્પીટલ, બેંગ્લોર તરીકેની ખોટી ઓળખાણ આપનાર તથા 11115011વ૩6101-૮0.01૪.1 નામનું આર.બી.આઇ.નું ફેક ઇ-મેઇલ આઇડી બનાવનાર તથા રૂચીર સોનકર, રીઝનલ મેનેજર, રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા નાઓના નામનો ખોટો ઉપયોગ કરી ખોટો દસ્તાવેજ બનાવનાર ઇસમ નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી આ કામના ફરીયાદીશ્રીને કીડની વેચવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી કીડની આપ્યા પહેલા બે કરોડ રૂપીયા બેંક એકાઉન્ટમાં આવશે તેવુ જણાવી વોટ્સએપ કોલ તથા ઇ-મેઇલ દ્વારા અલગ અલગ ચાર્જ ભરવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ.૧૪,૭૮,૪૦૦/- અલગ અલગ બેંક એકાઉન્ટોમાં જમા કરાવી ફરીયાદીને કોઇ રૂપીયા નહિ આપી ફરીયાદી સાથે ખોટા દસ્તાવેજો આધારે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હોય આ બાબતે ગઇ તા.૧૩/૦૭/૨૦૨૧ ના રોજ સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ 7 ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૨૨૧૦૦૨૬ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૧૯, ૪૨૦,૪૬૫, ૧૨૦(બી) તથા આઇ.ટી.એક્ટ કલમ- ૬૬(સી), ૬૬(ડો) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.સદર ગુન્હો શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નર, અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફીક અને ક્રાઇમ શરદ સિંઘલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ રાહુલ પટેલ સાહેબનાઓએ આપેલ સુચના મુજબ મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.ટી.આર.ચૌધરી તથા પો.ઇન્સ.ડી.કે.પટેલ, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પો.સ.ઇ. જે.બી.આહિર તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ માણસોએ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી સદર ગુન્હામાં ઉપયોગ થયેલ ફેક વેબસાઇટ બનાવનાર વિદેશી આરોપી ત્યારબાદ સદર ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની ટેકનીકલ સર્વેલન્સ આધારે હાથ ધરી ફેક વેબસાઇટ તથા ફેક ઇ-મેઇલ આઇડીનો ઉપયોગ કરનાર વિદેશી મુખ્ય આરોપી હરીયાણા ખાતેથી શોધી કાઢી તા.૩૧/૦૮/ર૦૨૧ ના રોજ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.
1 આરોપી દ્વારા કીડની સેલ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી અલગ અલગ ૪૦ થી ૫૦ હોસ્પીટલો જેમાં મનીપાલ હોસ્પીટલ, એપોલો હોસ્પીટલ, મેક્સ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ, લીલાવતી હોસ્પીટલ, ટાટા મેમોરીયલ, ગાર્ડન સીટી હોસ્પીટલ, ફોર્ટીસ હોસ્પીટલ વિગેરેના નામની ફેક વેબસાઇટો અગાઉ પકડાયેલ આરોપી પાસે બનાવેલ હતી અને તે વેબસાઇટોનો ઉપયોગ હાલનો અટક કરેલ આરોપી કરતો હતો.
(ર) આરોપી દ્વારા આર.બી.આઇ.ના નામથી ૪ થી પ ફેક ઇ-મેઇલ આઇડી અગાઉ પકડાયેલ આરોપી પાસે બનાવેલ હતા.
(૩) સદર ગુન્હાના કામે આરોપીઓએ ફરીયાદી નાઓ પાસે અલગ અલગ બેંકોના ફુલ-૦૬ એકાઉન્ટમાં કુલ્લે રૂ.૧૪,૭૮,૪૦૦/- જમા કરાવેલ તે પૈક્ઠી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે રૂ.૭,૫૦,૪૬૧/- ફ્રીઝ કરવામાં આવેલ હતા. તે એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટોમાં રૂપીયા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા તેવા અન્ય ૦૮ એકાઉન્ટ મળી આવેલ તેમાં રૂ.ર,૧૦,૦૦૦/- ફ્રીઝ કરવામાં આવેલ છે. આ રીતે કુલ્લે રૂ.૯,૬૦,૪૬૧/- ફ્રીઝ કરવામાં આવેલ છે.
(૪) આ ગુન્હામાં ઉપયોગ થયેલ અલગ અલગ બેંકોના કુલ-૦૮ એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા
તેમાં રૂ.૧,૩૧,૧૯,૧ર૧/- ના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જણાઇ આવેલ છે.
આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની વિગત
(૧) મોબાઇલ ફોન- ૧૪
(ર) લેપટોપ- ૦૧
(૩) ડોંગલ- ૦૨
આ કામગીરી વાય.એ.ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર, સાયબર ક્રાઇમ, સુરત શહેર તથા સાયબર પો.સ્ટે.ના પો.ઇન્સ. ટી.આર.ચૌધરી તથા પો.ઇન્સ. ડી.કે.પટેલ તથા પો.વા.ઇન્સ. સી.એમ.શાહ તથા પો.સ.ઇ. જે.બી.ખાહીર તથા અ.હે.કો. સુનિલ કિશોરભાઇ તથા અ.હેં.કો. અનિલકુમાર દલપતભાઇ તથા અ.હે.કો. જયદિપસિંહ પરસોત્તમભાઇ તથા પો.કો. હાર્દિકસિંહ ગગજીભાઇ તથા પો.કો. મહેન્દ્રકુમાર નાગરભાઇ તથા પો.કો. યોગેશભાઇ યંદુભાઇ તથા પો.કો. નારણભાઇ અરજણભાઇ તથા પો.કો. નાજભાઇ જેઠુરભાઇ તથા પો.કો. પિયુષ અશોકભાઇ તથા પો.કો. પ્રહલાદસિંહ વનરાજસિંહ તથા પો.કો. હાર્દિક ધર્મેન્દ્રભાઇ નાઓએ સાયબર કાઇમ પો.સ્ટે.ની કર્મચારીઓ દ્વારા ટીમ વર્કથી કરેલ છે.