અબડાસા તાલુકાના નાના કરોળિયા પાસે ભીમનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલ છે બહુજ રમણીય સુંદર અને પર્યટકો માટે ફરવા લાયક છે


અબડાસા તાલુકાના નાના કરોળિયા પાસે ભીમનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલ છે બહુજ રમણીય સુંદર અને પર્યટકો માટે ફરવા લાયક અને બાગ બગીચા થી સજાયેલ અને વૃક્ષો અને રાષ્ટ્રીયપક્ષી મોર બહુ મોટા પ્રમાણ હોતા તે મંદિરે જઈ ને ત્યાંથી બીજે જવાનું મન ના થાય તેવું જોરદાર અને ચમત્કારી સ્થળ એટલે ભીમનાથ મહાદેવ નું મંદિર જંગલ જેવા વિસ્તાર માં આવેલ છે પરંતુ મંદિર ના પરિસરમાં પહોંચતા ખુલ્લું વાતાવરણમાં રમણીય દ્રશ્યો જોઈ લોકો સૌકોઈ ભક્તો ભીમનાથ મહાદેવ ના દર્શન કરીને આનંદિત થઈ ને આવા પ્રાચીન અને વિકસિત ને વિશાળ જગ્યા જોઈને તેમનું મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે અને ભીમનાથમંદિર ના સામે ના ભાગે નાના બાળકો માટે જુલા લસરપટી તેમજ અનેક રાઈડો પણ લાગેલી છે અને આ ભીમનાથ મહાદેવના મંદિરમાં ઓમદાસબાપુ સાર સંભાળ ને સંચાલન કરી રહ્યા છે ને દરવર્ષે 1100 વૃક્ષો વાવવાનો તેમનો સંકલ્પ છે અને 1100 વૃક્ષો વાવતા હોય છે ને તેમની સાથે છેલ્લા ત્રીસેક વર્ષ થી વિરમજી પણ સેવા આપી રહ્યા છે અને પ્રેમજીભાઈ પટેલ મીરઝાપર થી અવાર નવાર દર્શન મુલાકાત કરવા માટે પણ આવતા હોય છે તેમજ દર શ્રાવણ માસ માં એક મહિના માટે માધાપરથી ગોવિંદભાઇ પટેલ સેવા પૂજા માટે આવતા હોયછે તેમજ કચ્છ અને કચ્છ બહાર ના પણ ઘણાબધા ભક્તો ભીમનાથ મહાદેવ ના દર્શન માટે આવતા હોય છે ને માથું ટેકવતા હોય છે તો ખરેખર જેકોઈ ભક્તો એક વખત આ ભીમનાથ મહાદેવ ના મંદિર ના દર્શન કરવાનો લાવો લેછે તે ભક્તોની ભગવાન ભીમનાથમહાદેવ તેમની મનોકામના પરિપૂર્ણ કરે છે
રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા