રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચ વરસાદ તો તાલુકા મથકે ધીમી ધારે વરસાદ

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં સાંજે સાત વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ બજારમાં થી પાણી વહી નિકળ્યા હતા તો રાપર શહેર ઉપરાંત પ્રાગપર ભીમાસર આડેસર નંદાસર નિલપર ખીરઈ બાદરગઢ ડાભુંડા સઈ કિડીયા નગર કલ્યાણપર સલારી ફતેહગઢ રવ ડાવરી રામવાવ ત્રંબો સુવઈ સહિત તેમજ ખડીર પ્રાંથણ સહિત ના વિસ્તારોમાં વરસાદ ના જોરદાર ઝાપટાં પડયાં હતાં તો અમુક ગામોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે આજે પડી રહેલાં અવિરત વરસાદ ના લીધે ચોમાસુ પાક મુરઝાઈ રહ્યો હતો તે ને જીવતદાન મળ્યું છે તો વરસાદ થી ધરતી પુત્રો મા આનંદ ની લાગણી ફેલાઈ છે આ લખાય છે ત્યારે વાગડ વિસ્તારમાં ધીમી ગતિએ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે