અંજાર શહેર મા ગઈકાલે પડેલા વરસાદ ના કારણે અંજાર નગરપાલિકા ની પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડેલ

ગઈ કાલે મેઘરાજા ની ગાજવીજ સાથે અંજાર શહેર માં મૂશળધાર વરસાદ અંજાર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોવાથી લોકો પરેશાન થઇ ગયેલ હતા. દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી મા નગરપાલિકા દ્વારા દર વર્ષે  લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ કામગીરી મા પરિણામ નહિવત દેખાઈ છે. અંજાર શહેર મધ્યે આવેલ ભીડભંજન મંદિર પાસે દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા છે છતાં આ સમસ્યા નો ઉકેલ લાવવા મા અંજાર નગરપાલિકા ના સત્તાધીશો નિષ્ફળ નીવડેલ છે.અહીં ભીડભંજન મહાદેવ મંદિર,ખોડિયાર માતાજી, સોરઠીયા આહીર પરિવાર ના સુરાપુરા દાદા ના પાળીયા  તેમજ બેન્કિંગ વિસ્તાર,હોસ્પિટલ તેમજ દુકાનો આવેલ છે.  હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી ભક્તો ને વરસાદી તેમજ ગટર ના પાણી વરચે પસાર થવું પડે છે ત્યારે આસપાસ ના દુકાનદારો હરિ ભગત,ભાવેશ વ્યાસ, મનીષ કાપડી દ્વારા પ્રજા એ  ચૂંટાયેલા પ્રતિનિધિઓ દાદ ના આપતા છેવટે  આમ આદમી પાર્ટી પૂર્વ કરછ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા ને જાણ કરતા તરત નગરપાલિકા ના અધિકારી તેજપાલભાઈ, વોર્ડમેન વાલજીભાઇ,સુરજમલ તેમજ જેસીબી ઓપરેટર કાનાભાઇ સોરઠીયા દ્વારા તાત્કાલીક પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવતા આસપાસ ના વેપારીઓ તેમજ વટેમાર્ગુઓ મા પાણી ની સમસ્યા થી હાશકારો અનુભવ્યો હતો.