માંડવી તાલુકામાં જી.ઇ.બી. કોલોનીમાં સિતાબેનના પરિવારને સાત શખ્સો દ્વારા માર મરાયો.
તા : ૧૭.૫.૧૮ : નો બનાવ
માંડવી તાલુકામાં જી.ઇ.બી.કોલોનીમાં મિતલબેન સુધીરભાઈ દિનેશભાઇ ચૌધરી , હર્ષદભાઈ દિનેશભાઇ ચૌધરી વૃંદાબેન દિનેશભાઇ ચૌધરી , હર્ષદભાઈની સાસુ ટીનાબેન સાથે મળી સિતાબેન છોટુભાઈ ચૌધરી તથા તેના દીકરા સુધીરને ગડદાપાટુ નો મૂઢ માર મારી તથા પાછળથી હર્ષદભાઈના ત્રણ અજાણ્યા મિત્રો આવી સિતાબેનના પતિ તથા દીકરી પ્રગ્નાબેનને ભૂંડી ગાળો બોલી ગડદાપાટુ વડે માર મારી સામાન્ય મૂઢ ઇજાઓ કરી તથા સિતાબેનને હર્ષદભાઈએ લોખંડના પંચ વડે માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. સીતાબેને આરોપીઓ વિરુદ્ધ લોકલ તથા ઉપરી અધિકારીશ્રીને અરજી કરેલ હતી જેથી તા. ૬.૬.૧૮ ના ફરિયાદ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.