સરકારનો નિર્ણય હવે ડ્રાઇવિંગ લાયસન્સ ગમે તે આરટીઓ કચેરીએ થી રિન્યુ થઈ શકશે
ભુજ : આરટીઓ કચેરી દ્વારા અપાતાં ડ્રાઇવિંગ લાયસન્સ હવે રાજ્યની કોઈપણ આરટીઓ કચેરીમાંથી રિન્યુ કરાવી શકાશે. તેવો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે જેથી બહાર વસતા વાહન ચાલકો માટે આ નિર્ણય રાહત રૂપ બન્યો છે. રાજ્યની વાહન વયવહાર કચેરીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે હમણાંના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની મુદ્દત પૂર્ણ થાય ત્યારે જે કચેરીમાં લાયસન્સ ની ઇશ્યૂ કર્યું હોય ત્યાં જઈને રિન્યુ કરાવવું પડે છે. ઘણા અરજદારો લાઇસન્સ મેળવ્યા પછી મૂળ વ્યવસાય ક્ષેત્ર છોડી વ્યવસાય ,લગ્ન વગેરે અગમ કારણોસર અન્યત્ર ચાલ્યા ગયા છે. તેમના લાયસન્સની મુદત પૂરી થતાં રિન્યુ માટે મૂળ કચેરીમાં ધક્કાઓ ખાવા પડે છે. લાયસન્સના તમામ માહિતી હવે સારથી -૪ માં ઓનલાઇન મૌજૂદ છે. તેથી હવે લાયસન્સ રિન્યુ રાજ્યની બધી આરટીઓ કચેરીમાં થઈ શકશે, જેના પર અમલ કરવા તમામ જિલ્લાની આરટીઓ કચેરીઓને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.