આઈ.સી.ડી.એસ. શાખા કચ્છ દ્વારા ૫૮૪૪ સગર્ભા ધાત્રીનું રસીકરણ કરાયું
 
                

ભુજ: ૨, ગુરૂવાર.
હાલમાં વિશ્વમાં ફેલાયેલી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના સુરક્ષાચક્ર મજબુતીકરણ માટે જીલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ “કોવિડ-૧૯ રસીકરણ” સુપર મેગા ડ્રાઇવ “મહા મંગળવાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગનાં સંકલનથી કચ્છ જીલ્લામાં તા.૩૧/૮/૨૦૨૧નાં ૪૩૦૦૦ થી વધુ ડોઝની વિક્રમજનક કામગીરી કરેલ છે જેમાં આઈસીડીએસ વિભાગમાં નોંધાયેલ સગર્ભા-ધાત્રી ૨૭૦૧૩ છે જે પૈકી ૫૮૪૪ સગર્ભા ધાત્રીને રસીકરણ આપવામાં આવેલ છે એમ સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના અધિકારી ઈરા બેન ચૌહાણ દ્વારા જણાવાયુ છે.
 
                                         
                                        