સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે અતી બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે..

અમરેલી જિલ્લાના રાજુલા નજીકથી પસાર થતો આ નેશનલ હાઇવે હિડોરણા થી વિકટર સુધી ફુટફૂટના ખાડાઓ તેમજ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે. અને અતી બિસ્માર હાલતમાં રસ્તાઓ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી કરોડ ખર્ચ કરી છે. બીજી તરફ સીકસ લેનનુ કામ ધીમી ગતિએ ચાલી રહ્યો છે.અને મહુવા થી નાગે સુધીનુ કામ ખુબ ધીમી ગતીએ થયું છે. અને એજન્સી પણ બદલાઈ છે.હાલમાં રાજુલા તાલુકાના પીપાવાવ,જોલાપુર, નિગાળા, ભેરાઇ ચોકડી, નજીક રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે. આ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. આ હાઈવેથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો હવે તંત્ર જાગશે ખરા? હવે આ બીસ્માર  હાઈવેનું  કામ કયારે શરૂ કરવામાં આવશે?. તેવું લોકો મૂખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજુલાના પુર્વ નગરપાલિકાના પ્રમુખ ચીરાગ.બી.જોષી દ્વારા તંત્રનુ ધ્યાન દોરવા માટે પત્ર પાઠવી તંત્રમાં રજુઆત કરવામાં આવી હતી. આ રસ્તો કોઈનુ મોતનું કારણ ન બને તે પહેલા હવે તંત્ર જાગે તો સારું તેવું જણાવવામાં આવ્યું હતું..

બાઈટ ૧:- ચિરાગભાઈ જોષી, (પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજુલા,)

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા…