અગાઉ પોલીસ ઉપર ફાયરીંગના ગુન્હામાં સંડોવાયેલ અને ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે..બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે, ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૮૦૧૫૨૦૨૩૧૬/૨૦૨૦ આઇ.પી.સી કલમ -૩૭૯ વિગેરે મુજબના ગુન્હાના કામે તથા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન.૦૨૭૭/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૭૯(એ) વિ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પપુભાઇ કમલભાઇ પટેલ રહે.પ્લોટ ૧૫-બી વડલા રોડ રામજીની વાડી મારૂતી નંદન ફલેટ ત્રીજા માળે ડુંગરશી ના ફલેટ મા ભાવનગરવાળાને સુરત મોટા વરાછા ખાતેથી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરી, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પ્રદિપસિંહ દશરથસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ વિનુભા ગોહિલ તથા પોલીસ કોન્સ. રાઘવેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ જોડાયા હતા
રિપોર્ટર એજાદશેખ ભાવનગર