નખત્રાણા તાલુકા ખાતે કિશોરી પર દુષક્રમ આચરી યુવકએ ગર્ભવતી બનાવી દીધી
 
                
નખત્રાણા તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષની દીકરીને ગામના યુવકે લલચાવી-ફોસલાવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે ગુનાનો ભોગ બનનાર કિશોરીની માતાએ શક્તિ દેવજીભાઈ કોલી નપ્રમના યુવક સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મનો બનાવ આજથી ચાર-પાંચ માસ પૂર્વે બન્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આરોપી કિશોરીને ભોળવીને દુષ્કર્મ આચરતો હતો. દુષ્કર્મ બાદ તેણે ધાક-ધમકી આપવાનું પણ શરૂ કર્યું હતું. તેના દુષ્કર્મના કારણે કિશોરી ગર્ભવતી થતાં આખો મામલો બહાર આવ્યો હતો. હાલ કિશોરીને પેટમાં ૧૭ અઠવાડિયાનો ગર્ભ હોવાનું જણાવાયું છે. નખત્રાણા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        