રાપર પોલીસે ટ્રાફિક ઝુંબેશ દરમિયાન પાંત્રીસ વાહન ડીટેઈન કર્યા
 
                

હાલ દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યા ના લીધે લોકો તેમજ વાહન ચાલકોને અને એમ્બ્યુલન્સ ને ચાલવું દુષ્કર બની જાય છે ત્યારે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી. ઝાલા ની સુચના થી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝીઝુવાડીયા પીએસઆઇ જી. જી. જાડેજા બાબુભાઈ કારોત્રા કિરણ બારોટ દિનેશ ભાઈ પરમાર ટ્રાફિક બ્રિગેડના રવજીભાઈ વિજય ભાઈ સહિત ના પોલીસ સ્ટાફ તેમજ ટ્રાફીક બ્રિગેડ ના જવાનો એ આજે રાપર શહેર ના માલી ચોક એસ.ટી રોડ સલારી નાકા દેના બેંક ચોક પ્રાગપર ચોકડી ત્રંબો ચોકડી રાપર ચિત્રોડ રોડ ભુતિયા કોઠા સહિત ના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફીક ને નડતર રૂપ વાહનો સામે પગલાં લીધા હતા જેમાં 35 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા જેમાં દંડ રુ. 66200/= સમાધાન શુલ્ક નો દંડ 800/= 26 એન. સી દ્વારા 13500/= સહિત નો દંડ ફટકારવામાં આવ્યો હતો
આ અંગે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર ઝીઝુવાડીયા એ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા એસ.ટી બસ સ્ટેન્ડ મુખ્ય બજારો હોસ્પિટલ તેમજ ટ્રાફીક ને નડતર રૂપ વાહનો સામે હજુ પગલાં લેવા મા આવશે આ પગલાં થી વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો હતો
 
                                         
                                        