રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી
 
                

આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલ રાપર એરીયા ઓથોરિટી બોર્ડ ના સભા ખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી પી. એ. જાડેજા ની અધ્યક્ષતામાં રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમા રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર. કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા બાંધકામ વિભાગ ના ઈલેવનસિંહ વાધેલા હરેશ પરમાર તાલુકા શિક્ષણાધિકારી કે. એમ. પંડ્યા ભરત નાથાણી રામજીભાઈ સોલંકી રમેશ દાદલ વન વિભાગ મહેસુલ પાણી પુરવઠા પીજીવીસીએલ ગેટકો અભ્યારણ્ય નર્મદા યોજના પોલીસ વિગેરે વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલી આ બેઠક મા આજે જુદા જુદા 23 પ્રશ્ર્નો ની રજૂઆત કરવામાં આવી હતી જેમાં થી 10 પ્રશ્નો નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો અને જે તે વિભાગના અધિકારીઓ ને તાકીદ કરી હતી આમ આજે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી
 
                                         
                                        