ઉપલેટામાં આવેલ રઘુવંશી સોસાયટીમાં નવા બનતા શિવ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર સાંસદ સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ રઘુવંશી રેસીડેન્સીમાં એક શિવ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આ શિવ મંદિર બનાવવા માટે સ્થાનિક એટલે કે રઘુવંશી રેસીડેન્સી સોસાયટીના રહીશોએ પોતાના સ્વેચ્છીક લોક ફંડ ફાળાથી આ મંદિરનું નિર્માણ કરવાની નક્કી થતા મંદિરનું ખાત મુહુર્ત શ્રાવણ માસમાં જ કરવામાં આવ્યું છે.
આ ખાત મુહુર્ત પ્રસંગમાં પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક ખાસ ઉપસ્થિત રહી હતા અને મંદિરના નિર્માણ માટેનું કામ શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ શુભ પ્રસંગે ઉપલેટા મામલતદાર, નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર સુવા, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક સુધરાઇ સભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્માણ પામી રહેલા કેદારનાથ મહાદેવ મંદિરના નિર્માણ માટેનું ખાસ રીતે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ખાતમૂહૂર્ત બાદ રઘુવંશી રેસિડેન્સીના વિસ્તારમાં કોઈ આગેવાનોએ હરીયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
બાઈટ (૧):- પૂર્વીબેન ત્રિવેદી, સ્થાનિક શિવભક્ત, ઉપલેટા
બાઈટ (૨):- ભગવાનદાસ બાપુ નિરંજની, સ્થાનિક આગેવાન, ઉપલેટા
બાઈટ (૩):- રમેશભાઈ ધડુક, પોરબંદર સાંસદ
રિપોર્ટ:-જયેશ મારડિયા-ઉપલેટા