અબડાસા તાલુકાના જખૌ બંદર થી કંડલા સુધી ચાલતા નમકના વાહનો, પાસિંગ થી વધારે લોડ થતા ઓવરલોડ થકી અગાઉ થી ભાંગી પડેલ રોડ ને વધુ નુકશાની તેમજ તંત્ર ને ઓવરલોડ થી ખોટ

અબડાસા તાલુકાના જખૌ વિસ્તારમાં વાહનની આરટીઓ માન્ય કેપેસિટી થી વધારે વજન લોડ કરી છેક કંડલા બંદર સુધી દોડી રહ્યા છે. ઓવરલોડ વાહનો પર મીઠી નજર હોવાથી સરકારી આવકને ખૂબ મોટા પાયે નુકશાની કરવામાં આવી રહી છે. તેમજ અગાઉ ચાલેલા ઓવરલોડ વાહનોથી ભાંગી પડેલ રોડને પણ ખૂબ સારી નુકશાની કરવામાં આવી રહી છે. ઓવરલોડ વાહનો જખૌ બંદર થી છેક કંડલા બંદર સુધી દરરોજ જતા હોય છે, ત્યારે શું જખૌ બંદર થી કંડલા સુધીના રસ્તા પર કોઈ ચેકીંગ ઓફિસરની નજરમાં નમકવાળા ઓવરલોડ વાહનો આવ્યા નહિ હોય? દર વર્ષે સરકારી તિજોરીની આવકમાં ઘટાડો જોવા મળે છે, તેના પાછળ અમુક હદ સુધી ઓવરલોડ વાહનો પણ જવાબદાર છે, તેવું જાણવા મળ્યું છે.જખૌ બંદર પર નમકની કંપનીઓ આવેલી છે, તેમજ ભુજ આરટીઓ કચેરી થી જખૌ બંદર 120km દૂર હોવાથી, તેમજ છેવાડા વિસ્તાર હોવાથી દરરોજ ચેકીંગ કરવું અશક્ય હોવાથી અહીં ઓવરલોડ નું દૂષણ ઘણા સમયથી ચાલુ જ રહે છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વારંવાર લેખિત રજુઆત કરી, તંત્ર ને ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ ઓવરલોડનું દૂષણ સ્થાનિકે ક્યારેય બંધ કરવામાં આવતો જ નથી. લેખિત રજૂઆત હોવા છતાં ઓવરલોડ બંધ ન થતો હોવાથી એવું લાગી રહ્યું છે કે, અન્ન અને જળ મળતો હોવાથી સરકારી તિજોરીને મોટા પાયે નુકશાન થઈ રહ્યો છે. તેમજ નમકના ઓવરલોડ વાહનો પર આરટીઓ ની પકડ ખૂબ જ ઢીલી હોવાથી એકેય વાહનોનું મેમો બનતો જ નથી.
ઓવરલોડ વાહનો થકી કરોડો ના ખર્ચે બનાવવામાં આવતા રોડો ને પણ ખૂબ સારી નુકશાની કરવામાં આવી રહી છે. સરકાર દરરોજ નવા નવા રોડો બનાવે, પ્રાઇવેટ કંપનીઓ રોજ ને તોડતી આવે છે. કંપનીઓ દ્વારા ઓવરલોડ થી તૂટેલા રોડને મરમ્મત પણ કરી આપવામાં આવતો નથી. જેનાથી સ્થાનિકે ચાલતા માછલીના વાહનોને સમયસર મારકીટ માં માછલી પહોંચાડવું પણ ક્યારેક ભારે પડી જાય છે. જેનાથી ક્યારેક તેઓને પણ નુકશાની ભોગવવી પડે છે. ઓવરલોડ થી રોડ પર એટલી હદ સુધી ખાડાઓ બની ગયા છે, કે ત્યાંથી ટૂ-વહીલર વાહનને પણ પસાર થવામાં ખૂબ તકલીફ નું સામનો કરવો પડે છે.
જખૌ બંદર સમગ્ર ગુજરાતમાં નમકનું ખૂબ મોટું હબ ગણાય છે, તેથી અહીં નમકના વાહનોની અવર-જવર પણ ખૂબ જ હોય છે. છેલ્લા એક વર્ષમાં જખૌ વિસ્તારમાં કેટલા મેમો બન્યા છે તેના આંકડા તપાસાય તો ખૂબ મોટી ગેરરીતિ બહાર આવે તેમ છે. બીજી તરફ સ્થાનિકે જવાબદાર અધિકારીઓના કોલ ડિટેઇલ તેમજ લોકેશનની ચકાસણી થાય તો મોટું ભોપાડું બહાર આવી શકે. સરકારી તિજોરીને ખૂબ મોટી ખોટ જવા પાછળ કચ્છમાં ચાલતા ઓવરલોડ વાહનો પર અધિકારીઓની મીઠી નજરને કારણભૂત હોવાનું સૂત્રો માની રહ્યા છે.