પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકોની રજુઆત સાંભળવા લોકદરબારનું આયોજન કરવામા આવ્યું

પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકોની રજુઆત સાંભળવા લોકદરબારનું આયોજન કરવામા આવેલ બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજનાઓ દ્વારા વ્યાજખોરોની બદી સદંતર નાબુદ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જેથી અત્રેના પુર્વ – કચ્છ ગાંધીધામ જીલ્લામાં વ્યાજખોરોના ચક્રવ્યુહમાં જે લોકો ભોગ બનેલ હોય તેઓ પોતાની રજુઆત રૂબરૂમાં નિર્ભય રીતે કરી શકે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર પાટીલ , પુર્વ – કચ્છ ગાંધીધામ દ્વારા તા .૦૩ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ક .૧૨ / ૦૦ વાગ્યે પોલીસ અધિક્ષકની કચેરી પુર્વ- કચ્છ ગાંધીધામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે આજરોજ કલાક ૧૨૦૦ થી ૧૫/૦૦ સુધી પોલીસ અધિક્ષકની કચેરી ગાંધીધામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ તથા કે.જી.ઝાલા ભચાઉ વિભાગ નાઓ હાજર રહેલ આ લોકદરબારમાં કુલ્લે -૨૫ અરજદારો દ્વારા પોતાની રજુઆતો કરવામાં આવેલ તેમજ દરેક અરજદારોને રૂબરૂમાં એક પછી એક સાંભળી તમામ અરજદારોની રજુઆતો નો નિકાલ કરવા ખાતરી આપવામા આવેલ તેમજ વ્યાજ ખોરીમાં ફસાયેલ અરજદારોની રજુઆત ધ્યાને લઇ તાત્કાલીક આવી મેટરમાં જરૂરી પુરાવા મેળવી એફ.આઇ.આરદાખલ કરવા નાયબ પોલીસ અધિક્ષકઓ તથા તાબાના થાણા અધિકારીઓને સુચના આપવામાં આવી તેમજ અમુક અરજદારો દ્વારા વ્યાજના પૈસા લીધા હોય અને તેની અવેજમાં ચેક આપેલ હતા જે બાબતે પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા થાણા અધિકારીઓને સુચના કરવામા આવેલ તેમજ વ્યાજખોરી ડામવા સારૂ મહિનામાં એક વાર લોક દરબાનુ આયોજન કરવામાં આવશે.તેમજ આ પ્રકારના વ્યાજખોરી ના કોઇ પણ કિરસા ધ્યાનમાં આવે કે અરજદાર પોલીસ સ્ટેશન આવે તો તાત્કાલીક એક્શન લઇ કાર્યવાહી કરવા તાબાના અધિકારીઓને સુચના કરવામાં આવી . તેમજ આવી બદી સદંતર નાબુદ થાય તે માટે વધુમાં વધુ નાગરીકો પોલીસ ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે અપીલ કરવામા આવેલ છે .