આજે સરકાર ની ગાઈડ લાઈન મુજબ ધોરણ 6 થી 8 વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય થયું હતું.
 
                

નેત્રા પ્રાથમિક કુમાર શાળા અને નેત્રા પ્રાથમિક કન્યા શાળા ખાતે શાળા અને smc પરિવાર તેમજ નેત્રા મુસ્લિમ યુવા સમિતિ દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા. આજે નેત્રા પ્રાથમિક કુમાર શાળા માં વાલી સંમતિ થી આવેલ વિદ્યાર્થીઓના શારીરિક તાપમાનની તપાસણી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ smc ના અધ્યક્ષ મામદભાઇ કુંભાર, ગ્રામ પંચાયતના સભ્ય હારુનભાઈ કુંભાર અને અબ્બાસભાઇ કુંભાર બાળકોને મોં મીઠું કરાવીને પ્રવેશ આપ્યો હતો. 15 મી ઓગષ્ટના દાતા દ્વાર બાળકોને અપાયેલ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે વ્યવસ્થા સંભાળી હતી. બાળકોના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આચાર્ય. આર.કે.પરમાર સાહેબ SMC તેમજ નેત્રા મુસ્લિમ યુવા સમિતિ ની સેવાને બિરદાવી હતી તો આ પ્રસંગે હાજર રહેલ CRC સાગરભાઈ સુથારે S.O.P. વિશે બાળકોને અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું.
 
                                         
                                        