બે વર્ષની લડત બાદ આખરે જખૌ માં મનરેગાનું કામ ચાલુ થયો ૧૮૬ શ્રમિકોની કામની માંગણી વચ્ચે તાલુકા કક્ષાએથી ફક્ત જખૌના ૨૦ શ્રમિકોને જ મસ્ટર માં જગ્યા આપવામાં આવી
 
                
અબડાસા તાલુકાના જખૌ ગામે છેલ્લા બે વર્ષથી મનરેગા હેઠળ ના વિકાસ કામો અટકાવી રાખવામાં આવેલ હતા. તા : ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ નોંધાયેલ ૦૪/૧૯ વાળી ફોજદારી ફરિયાદનું મનદુઃખ રાખી જખૌ મધ્યે મનરેગા યોજના હેઠળના વિકાસ કામો ન થાય તેવા પ્રયાસો કરાવીને વિકાસ કામો અટકાવી રાખવામાં આવેલ હતું. ન છૂટકે છેલ્લે ફોજદારી ફરિયાદ કરાવનાર જતીન લાલકા તેમજ જખૌના અન્ય નાગરિકો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી, રજુઆત અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી ફક્ત કાગળો પર જ કામો ચાલુ કરાવી આપવાના હુકમો કરવામાં આવ્યા, પરંતુ સાથ સહકાર અને કામો કેમ ચાલુ કરવામાં આવતા નથી? તે બાબતની કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નહિ. જેથી જખૌના અન્ય નાગરિકે PG PORTEL માં એક પછી એક એમ ત્રણ વખત લેખિત રજુઆત કરતા, છેવટે જખૌ મધ્યે વિકાસ કામો ચાલુ કરાવવામાં આવેલ.
મનરેગા ના વિકાસ કામ ચાલુ કરાવવા સમયે જખૌના તલાટી હર્ષ શાહ, રમેશભાઈ આહીર એપીઓ, હસમુખભાઈ ભાનુશાલું ટેક્નિકસલ આસિસ્ટન્સ, ગાભુભા અબડા મનરેગા મેટ, તેમજ અરજદારો વગેરે હાજર રહેલા હતા. જખૌ મધ્યે મનરેગા યોજનાનું બે વર્ષ પછી વિકાસ કામો ચાલુ થતા સ્થાનિકે શ્રમિકોમાં ખુશી ની લાગણી ફેલાઇ હતી. જખૌના ૧૮૬ શ્રમિકો દ્વારા દોઢ વર્ષ અગાઉ કામ માટેની માંગણી કરવામાં આવી હતી, મનરેગા એક્ટ પ્રમાણે માંગણી કર્યાના ૧૫ દિવસની અંદર શ્રમિકોને કામ આપવાની જોગવાઈઓ છે. તેમ છતાં સ્થાનિકેના શ્રમિકોને દોઢ વર્ષ જેટલા સમયગાળા લડત બાદ મનરેગાના કામો જખૌ મધ્યે મંજુર થયેલ.
 
                                         
                                        