બોટાદમાં માજી સૈનિકો દ્વારા જુનાગઢ ની ઘટના બાબતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

બોટાદ ખાતે માજી સૈનિકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જણાવે છે કે ગઈ તારીખ 29 /8/2021 ના રોજ જુનાગઢ પોલીસ દ્વારા આર્મી મેનને કોઈપણ બાબતે માર મારવામાં આવ્યો હતો અને તેના પરિવારને પણ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવેલ હતા જુનાગઢ પોલીસ દ્વારા આર્મીમેન સાથ અમાનવીય કૃત્ય કરી અને કાયદાથી વિરુદ્ધ કાર્યવાહી કરેલ હોય અને ચાલુ ફરજ દરમિયાન કાયદો હાથમાં લઇ આર્મીમેનને માર મારવામાં આવ્યો હોય તેમ જ તેના પરિવારને તથા મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા પણ ઢોર મારમારી ગેરકાયદેસર રીતે કોઇ પણ ફરિયાદ વગર ગોંધી રાખવામાં આવેલ હોય જે બાબતે આ અપકૃત્ય કરનાર પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે તેમજ જો આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જે બાબતે ઘટતું કરવા માટે માજી સૈનિકો દ્વારા બોટાદ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટ. લાલજીભાઈ સોલંકી