માંડવી તાલુકાના ગઢસીસા ગામે જેનોના પવિત્ર પર્વ પર્યુષણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
 
                

માંડવી તાલુકાના ગૌરવવંતા ગઢશીસા ગામે પર્યુષણ ની ઉત્સાહભેર ઉજવણી ગઢશીસા જૈન મહાજન મુંબઈ મિત્ર મંડળ. સંઘપતિ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઢશીસા ને પરમપુજ્ય સાધ્વી ભગવંત નંદિવર્ધનાજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાનિધ્ય મળેલ છે ત્યારે આજના પર્યુષણ ના પ્રથમ દિવસે પાંચ કર્તવ્યો વિસે પરમપુજ્ય સાધ્વી ભગવંત પ્રસમરસાજી મહારાજ સાહેબે સમજાવ્યું હતું અને અમારીનું પાલન એટલે જીવદયા વિસે ખાસ વક્તવ્ય આપ્યું હતું પર્વ દરમ્યાન પોથીનો વરગોડો કલ્પસૂત્ર મુખ્યગ્રંથ તથા તેનું વાંચન અને તે ગ્રંથ ની પધરામણી કોઈપણ ભાગ્યશાળી ચડાવો લઈને પોતાના ઘરે ગ્રંથ પધરામણી નો લાવો લઈ શકશે તેમજ ભગવાન મહાવીર સ્વામી ની માતા ત્રિશલા રાણી ને આવેલા 14 સ્વપ્નોની ઉજવણી અને ઉછામણી તથા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ મહોત્સવ તથા ભગવાન મહાવીર સ્વામીન પારણાં પધરાવવાનો ચડાવો અને છેલ્લે દિવસે એટલે ભાદરવા સુદ પાચમ ના પરસ્પર ક્ષમાપના ઉજવવામાં આવશે અને ભાદરવા સુદ છઠ ના દિવસે મહોત્સવ પૂર્ણાહુતિ નો ભવ્ય વરગોડો કાઢવામાં આવશે તેવું ગઢશીસાજૈન મહાજનના ટ્રસ્ટીઓ પ્રેમચંદભાઈ દેઢિયા.ભાઈલાલ હંસરાજ ભાઈ.હસમુખભાઈ ખીમજી દેઢિયા.રમણિકભાઈ મેગજી દેઢિયા.હસમુખભાઈ દેવજી નાગડા.ચુનિલાલભાઈ વિશરીયા.સ્થાનિક અગ્રણી સોહિતભાઈ દેઢિયા. નવીનભાઈ ભાણજી ગડા એ જણાવ્યું હતું રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા
 
                                         
                                        