મોટીવિરાણીની પ્રાથમિક શાણામાં કો-ઓડિનેટર ભરતભાઈ માળીની અધ્યક્ષતામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અનેક સામાજિક કાર્યકર્તાઑ ઉપસતીથ રહ્યા હતા

આજરોજ વિરાણી મોટી કુમાર પ્રાથમિક શાળા માં સી.આર.સી.કો-ઓર્ડીનેટર ભરતભાઈ માળી ની અધ્યક્ષતા માં શિક્ષક દિન ની  ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. અને વિરાણી મોટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત (ઇતની શક્તિ હમે દે ન દાતા) થી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંત સુરેશ બાબુ (રવી ભાણ આશ્રમ) , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સોમજીયાણી ભરતભાઈ, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઈ રૂડાણી, સરપંચ ના સ્થાન પર હાજર રહેલ અમૃતભાઈ જેપાર, બી.આર.સી કૉ ઓર્ડીનેટર પટેલ દેવેન્દ્રભાઈ તથા જીએમડીસી હાઈ સ્કુલ ના આચાર્યશ્રી ધર્મેન્દ્ર ભાઈ વાળંદ હાજર રહ્યા હતા તથા આરોગ્ય કાર્યકર્તા શ્રી સુજાતા બેન અને શાળાની એસએમસીના સભ્ય હાસમભાઇ ખત્રી અને સબીરભાઈ લંગા એ હાજરી આપી હતી. તેની સાથે જ નિવૃત શિક્ષક ઓ રામજીભાઈ જોશી, વીણાબેન ભાનુશાલી અને અમૃતલાલ ઠક્કરે હાજરી આપી હતી. શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે શિક્ષકોને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વિરાણી મોટી કુમાર શાળાના શિક્ષક ચુડાસમા વિવેકકુમાર ભરતભાઈ ને ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તથા વિરાણી મોટી સી.આર.સી ક્લસ્ટર ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન પટેલ  દીપિકાબેન સુરેશભાઈ (વિરાણીમોટી કુમાર ગૃપ પ્રા. શાળા), પટેલ જલ્પાબેન ભોગીલાલ (વિરાણી મોટી કન્યા પ્રા. શાળા), પટેલ ગીતાબેન એમ. (શારદામંદિર પ્રા. શાળા), વિરાગામા વિજયભાઈ મનુભાઈ (સુખપર વિરાણી પ્રા. શાળા), પટેલ અલ્પેશભાઈ પ્રહલાદભાઈ (નાનીવિરાણી પ્રા. શાળા), જોશી ચંદ્રેશકુમાર એમ.( નાની વિરાણી પ્રા. શાળા), ભુવા નેહાબેન ભરતભાઇ (ચરાખડા  પ્રા. શાળા),ખેર નિર્મલાબેન વાલાભાઈ (  ગેચડો પ્રા. શાળા), મોરી ઉપાસનાબેન બચુભાઇ (  રામેશ્વર પ્રા. શાળા), અને ચમાર દિનેશભાઇ કોદર ભાઈ (  ગણેશનગર પ્રા. શાળા) ને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા નિવૃત્ત શિક્ષક શ્રી ઓ રામજી ભાઈ જોશી, વીણાબેન ભાનુશાલી અને અમૃતલાલ ઠક્કર સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તે સાથે જ ગામના વિવિધ ક્ષેત્રો માં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપનાર સુજાતા બેન, ચમનભાઈ સોઢા અને ડો. અનિલભાઈ ભાનુશાલી અને સંગીત ક્ષેત્રે પટેલ મિલનભાઈ અને પ્રિયા જોશી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા પી. એમ. જાડેજા ધરાસભ્ય અબડાસા નો શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો  બી. આર. સી. કો ઓડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ. સી. આર. સી વિરાણી મોટી ના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા. ગ્રુપ આચાર્ય ભાવેશભાઈ પાટીલ. ટપુભા જાડેજા. ભરતભાઈ માલી. અમૃતભાઈ આચાર્ય. જેઠાલાલ રબારી તથા ગ્રુપના તમામ શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી .

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૌધરી અંજનાબેન અને ભુવા નેહાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.રામ મંદિર આશ્રમ ના મહંત સુરેસદાસજી મહારાજ એ આશીર્વચન પાઠવ્યા હતા

અને આભાર વિધિ એન ,જી , પંડેયા એ કરો હતી  રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી