વડવા ચાવડીગેટ રામાપીરના મંદિર પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
 
                


ગુજરાત સરકારની સીધી સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ દ્રારા ગુજરાત રાજયને નશામુક્ત કરવા નાર્કોટીકસ કેસો કરવા અંગે આપેલ ડ્રાઇવ અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. અશોક કુમાર સાહેબની સુચના મુજબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર એસ.ઓ.જી. શાખા દ્રારા ખાસ ઝુંબેશ હાથ આરંભ કરેલ છે. જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે ભાવનગર, વડવા ચાવડીગેટ દેવીપુજક વાસ રામાપીરના મંદિર પાસે રહેણાંકી મકાનમાંથી આરોપી નરેશ ઉર્ફે નરીયો S/O મનુભાઇ શાહ ઉ.વ.૩૮ રહેવાસી વડવા ચાવડીગેટ, દેવીપુજક વાસ, રામાપીરના મંદિર પાસે ભાવનગર વાળાને નાર્કોટીક્સ પદાર્થ ગાંજો વજન ૫૨૨ ગ્રામ કિમત રૂપિયા ૫,૨૨૦/- તથા મોબાઇલ ફોન-૨ મળી કુલ રૂપિયા ૭,૨૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતો અને મજકુર આરોપીઓ સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જગદીશભાઇ મારૂ તથા હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભોજાભાઇ ભલાભાઇ તથા મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.
 
                                         
                                        