મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજના શિક્ષક દિનના અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો આપી ગુરૂજનો પ્રત્યે રૂણ અદા કર્યું

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ શિક્ષક દિવસ અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. પાંચમી સપ્ટેમ્બર દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ગુરુવર્ય પ્રત્યે સમાજ પોતાનુ રૂણ  શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપીને  અને શિક્ષકો નું ગૌરવ સન્માન કરીને  કરે છે આજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  તેમના  નિવાસ સ્થાને ગાંધીનગરની શાળા ના બાળકોને શિક્ષક દિવસ અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્ય,જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ભરત ભાઈ વાઢેર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ આ બાળકો સાથે સહજ સંવાદ કર્યો હતો