પાટણ ખાતે સ્કેટિંગ ટુર્નામેન્ટ માં કચ્છ નું નામ રોશન કરતા ખેલાડીઓ

માધાપર અને ભુજ ખાતે ઉમાબેન ઈશ્વરલાલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતા સ્કેટિંગ ની શાખા ના ખેલાડીઓ એ મ. ક. જિમખાના, પાટણ દ્વારા આયોજિત ઓપન 10 અને 14 વર્ષ નીચેના ની સ્કેટિંગ ટુર્નામેન્ટ માં માન્યતાબા જાડેજા, લીલું દનીયા, કૃષ્ણા નાઈ, વેદાંશી ઝાલા, નીવાન કોરંડા, વેદ પટેલ, વૃષાંકસિંહ ઝાલા, શુભ લુહાર, પ્રેમ રાજગોર, પાર્થરાજસિંહ જાડેજા, કૃત મહેતા, અપૂર્વ વાળંદ, આસ્થા નાઇ, હસ્તી હલાઈ, સંસ્કૃતિબા જાડેજા, ઈશા ચાવડા વગેરે ખેલાડીઓ એ ભાગ લીધેલ અને એમાંથી આપણા ૯ ખેલાડીઓએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ મેળવી સંસ્થા અને કચ્છ નું નામ રોશન કરેલ છે. સદર ફાઉન્ડેશન પ્રશાંત રાવલ, અંકિતા સ્વામી અને દર્શન વાઘેલા ની દેખરેખ હેઠળ ચલાવવામાં આવે છે