આજરોજ મથલ ગામે ડીવાયએસપી વી એન યાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને સુરક્ષા શાંતિ હેતુ મીટીંગ યોજવામાં આવી હતી


આજરોજ મથલ ગામે ડીવાયએસપી વી એન યાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને સુરક્ષા શાંતિ હેતુ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં નખત્રાણા ડીવાયએસપી યાદવ સાહેબ, પીઆઇ ચૌધરી સાહેબ,મથલ સદરપીઠ જમાદાર પિંકરાજસિંહ ગામના સરપંચ ઉપ સરપંચ ગ્રામ પંચાયતના સભ્ય તથા અન્ય ગ્રામજનોએ હાજર રહ્યા હતા જેમાં ડીવાયએસપી સાહેબે જણાવ્યું કે ગામમાં અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં તકેદારી રાખવી માસ્ક ફરજિયાત પહેરવું,સામાજિક દુરી જાળવી રાખવી, વાહન સેફ્ટી માં ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું, ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરવું, ફોરવીલર માં સિટબેલ્ટ લગાવવું તથા અન્ય તકેદારી રાખવી સાથે-સાથે ખેડૂત મિત્રોને કેબલ ચોરી કેવી રીતે અટકાવવી તે વિષે પણ સલાહ સુચન આપી હતી,અને ગ્રામજનોને બાળકો ના શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું, અને તે પ્રતિ ગભિરતા દાખવે તેવું સુચન આપ્યું હતું કોઈપણ અસામાજિક તત્વ દ્વારા પાયા વિહોણા કોઈ msg ke ફોટોઝ વાયરલ કરે તો તેને શેર ના કરવા કે જેના લીધે કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય તે માટે પણ ગ્રામજનોને તકેદારી રાખવાનું સૂચન આપ્યું હતું સંપૂર્ણ કાર્યક્રમને ગ્રામજનોએ શાંતિપ્રિય નિહાળ્યું હતું આભારવિધિ સામાજિક અગ્રણી રમજાન કુંભારે કરી હતી