નખત્રાણા તાલુકા નાં સાંયરા (યક્ષ)ગામે આંખો માટે મેઘા-કેમ્પઆયોજન કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકા નાં સાંયરા ( યક્ષ)ગામે કે.સી.આર સી. (અંધજન મંડળ ) ભુજ,ગાયત્રી પરિવાર નલિયા અને પટેલ સમાજ અને ગ્રામ પંચાયત સાંયરા (યક્ષ) તેમજ ગામના સેવાભાવી સજજનો નાં સયુક્ત આયોજીત આંખો માટે મેઘા-કેમ્પ માં ૧૧૦ દરદી એ લાભ લીધેલો.જેમાં આંખોનાં તમામ રોગો જેવા કે મોતિયો -છારી- જામર-વેલ-કીકી-પડદા-ફુલા વગેરે ની તપાસ- નિદાન-સારવાર-તદન મફત કરી ને દવા ટીપાં સંસ્થા તરફથી નિશુલ્ક અપાયા. આંખનાં મોતીઆના -વેલના ઓપરેશન લાયક ૩૨ જણા ને કે.સી.આર. સી.આઇ હોસ્પિટલ ભુજમાં તા.૧૧.૯.૨૧ શનિવાર નાં અમદાવાદ નાં નિષ્ણાંત સર્જન સચિન પટેલ દ્વારા ફ્રી કરી અપાશે. જો પૂરતી સંખ્યા માં દર્દીઓ ઓપરેશન માટે જવા તૈયાર થશે તો ઓપરેશન માટે લઇ જવાની અને પરત મૂકી જવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા નિશુલ્ક કરાશે. ઓપરેશન પછી નાં દવા ટીપાં અને કાળા ચશ્મા પણ ફ્રી અપાશે. આ કેમ્પમાં કે સી આર સી સંસ્થા ભુજનાં આંખ નાં નિષ્ણાંત ડોકટર ઇરફાન ભાઈ એ તપાસણી સુંદર રીતે કરેલી. ૩૧જણા ને આંખ નાં નબર ફ્રી કાઢી ને ચશ્મા પણ ટોકન ચાર્જ માં આપેલા. સાયરા નાં ધીરુભાઈ પટેલ, અરવિંદ ભાઈ પટેલ,લાલજીભાઈ મનજી, શાંતિલાલ મુલજી, હરેશભાઈ જોશી વિગેરે ની મહેનત થી ટૂંકા ગાળા માં આયોજન માં પણ આ કેમ્પ ખુબજ સફળ રહ્યો. આજુ બાજુ ના ૬ ગામો નાં લોકો એ સારો લાભ લીધો હતો. કે.સી આર સી નાં ચેર પર્શન અરવિંદ સિંહ ગોહિલ નાં નેજા હેઠળ તેમની ટીમ નાં દમયંતી બેન પટેલ અને ઈશ્વરભાઈ નાં સહયોગ થી અને કોર્ડીનેટર પચાણભાઈ ગઢવી અને શ્રી ધનલક્ષ્મી બેન આઈયા સા.ચેરી.ટ્રસ્ટ નાં હરેશભાઈ ઠક્કર(નલિયા ગાયત્રી પરિવાર) અને લીલાધરભાઈ ઠકકર નો પ્રચાર પ્રસાર તેમજ કેમ્પ નાં આયોજન થી કેમ્પ માં સફળતા મળી.