લીંબડી તાલુકા ના પાંદરી ગામે ગંગા સ્વરૂપ વિધવા સહાય માટે ના હુકમ અર્પણ કાર્યક્રમ

હાલ માં સમગ્ર ભારત માં કોરોના એ મહાકેર વર્તવ્યો છે અને બીજી લહેર માં અનેક બહેનો વિધવા બની છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે..તેમજ કેટલાય બાળકો પોતાના મા બાપ વગર ના થઇ ગયા છે.. આવી રીતે લીંબડી તાલુકા ના ગ્રામ્યજનો માં ઘણા જ બહેનો સરકાર ની આર્થિક યોજનાઓનો લાભ લઇ પોતાનું ગુજરાન ચલાવી રહિયા છે…ત્યારે ભારત કેન્દ્ર સરકારે તરફ થી અનેક સહાય યોજના ઓ જેવી કે વૃદ્ધ પેન્શન રૂ. 750 સહાય તરીકે તથા ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો રૂ. 1250/- આર્થિક સહાય મળવા પાત્ર છે. આવી અનેક યોજના ઓ જાહેર કરવામાં આવી છે…જ્યારે આજે લીંબડી તાલુકા ના પાંદરી ગામ સરપંચ ત્રિભોવનભાઈ પટેલ એ સુંદર કામગીરી કરેલ કે તેમના ગામ માં સર્વે કરીને પાંદરી ગામ ની 33 ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો થઈ છે તેઓને માસિક રૂ. 1250 ની સહાય જે સરકાર તરફથી ચૂકવવા માટે ના હુકમો પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેજળીયા, પાંદરી ગ્રામ પંચાયત સરપંચ ત્રિભોવનભાઈ પટેલ તેમજ ગામ ના આગેવાનો, ભાઈ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતા…
રિપોર્ટર
મહિપત ભાઈ મેટાલિયા
લીંબડી ચુડા