રાપર સહિત વાગડ વિસ્તારમાં સોમવતી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટયું


આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અમાસ અને સોમવાર આ ત્રણેય પવિત્ર દિવસ એક સાથે આવતા આજે રાપર શહેર ના રામેશ્વર મહાદેવ નાગેશ્ચર મહાદેવ જાગેશ્ચર.. અંકલેશ્વર.. દુધેશ્ચર સહિત ના ભગવાન શંકર ના મંદિર ખાતે લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં તો આજે અમાસ નિમિત્તે ઝર ટપકેશ્ચર.. પાતાળેશ્ચર મેટાસરી મહાદેવ. લાલાસરી મહાદેવ તેમજ ચિત્રોડ ખાતે આવેલી કાશીગર ની જગ્યા એ આવેલા પૌરાણિક પાતાળેશ્ચર મંદિર ખાતે લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં તો સલારી.. ઝર ટપકેશ્ચર અને નિલાગર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હાલ કોવિડ 19 અંતર્ગત કોરોના ની મહામારી વચ્ચે મેળા નું આયોજન રદ કરવામાં આવ્યું હતું પરંતુ લોકો સોશિયલ ડીસ્ટીંગ ના અમલ વચ્ચે દર્શન કરવા માટે આવ્યા હતા આજે તમામ શિવ મંદિરોમાં આવેલા પિપળા ના વૃક્ષો ની મહિલાઓ એ પુજા અર્ચના કરી હતી તો શિવ મંદિરોમાં રુદ્રી પુજા સહિત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ માસ ની અમાસ તેમજ સોમવાર નિમિત્તે રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા મામલતદાર એચ જી પ્રજાપતિ આંકડા અધિકારી ડી જે ચાવડા હરેશ પરમાર બાંધકામ ના ઇલેવનસિંહ વાઘેલા રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી રધુવિરસિંહ ઝાલા સુરેશભાઈ ઠાકોર સહિત ના અધિકારીઓ અને નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા ઉમેશ સોની મેહુલ જોશી ભિખુભા સોઢા વાસુદેવ જોશી કિશન કારીયા મેહુલ રૈયા રાહુલ કારીયા લાલજી કારોત્રા નિલેશ માલી દિલીપ ઠક્કર દિનેશ ચંદે કમલેશ ચંદે વસંતભાઈ આદુઆણી દિક્ષિત કારીયા વિગેરે મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા હતા આજે શ્રાવણ માસ નો છેલ્લા દિવસે તમામ મંદિરો ખાતે લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં અને લોકો એ અબોલ પશુઓ ને ઘાસચારો નાખ્યો હતો