બોરતળાવ કૈલાશ વાટીકા દરવાજા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી


ગુજરાત સરકારની સીધી સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ દ્રારા ગુજરાત રાજયને નશામુક્ત કરવા નાર્કોટીકસ કેસો કરવા અંગે આપેલ ડ્રાઇવ અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોક કુમાર સાહેબની સુચના મુજબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર એસ.ઓ.જી. શાખા દ્રારા ખાસ ઝુંબેશ હાથ આરંભ કરેલ છે. જેના ભાગરૂપે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આરોપી શ્યામકુમાર S/O અવધકિશોર ઝા ઉ.વ.૨૪ રહેવાસી મુળ ૩૨, અવધ, શ્રી બંગ્લોઝ તુલશી સોસાયટીની પાછળ મહુવા જીલ્લો ભાવનગર હાલ પ્લોટ નંબર ૬, અંકુર સોસાયટી, હિલડ્રાઇવ જયદીપસિંહ રાણાના મકાનમાં ભાડેથી ભાવનગર મુળ વતન ગામ-નનરવા તાલુકો બેલસન જીલ્લો સીતામઢી રાજય બિહાર વાળાને ભાવનગર બોરતળાવ, કૈલાશ વાટીકા દરવાજા પાસેથી નાર્કોટીક્સ પદાર્થ ગાંજો વજન ૬૪૦ ગ્રામ કિમત રૂપિયા ૬,૪૦૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂપિયા ૭,૪૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતો અને મજકુર આરોપીઓ સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જગદીશભાઇ મારૂ એ ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જગદીશભાઇ મારૂ તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા તથા દિલીપભાઇ ખાચર તથા ચિંતનભાઇ મકવાણા તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.
રિપોર્ટર એજદ શેખ ભાવનગર મો