અબડાસા તાલુકા માં રસીકરણ વેકસીન માટે મહા ઝુંબેશ હાથ ધરવામાં આવી

આજ રોજ અબડાસા તાલુકામાં પ્રાંત અધિકારી જેતાવત સાહેબ અને મામલતદાર ડામોર સાહેબ દ્વારા સમગ્ર તાલુકામાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગામોમાં રસીકરણ વેકસીન કેમ્પ નું આયોજન કરવા તમામ આરોગ્ય કર્મચારી ને તાકીદ કરવામાં આવી હતી જે રસીકરણ વેકસીન કેમ્પ ફકત કાગળ પર તો નથી તે ચેક ખુદ મામલતદાર સાહેબ ગામે ગામ રૂબરૂ મુલાકાત લેવા આયોજન કરતા તેઓ અબડાસા તાલુકા પંચાયત ના ચેરમેન જાફર હિંગોરા ના ગામ ખીરસરા ની પ્રથમ મુલાકાત એ આવવા ના હોવા જાણ થતાં જ ખીરસરા ગામ ના આગેવાનો એ સાહેબ ને આવકાર્યા હતા ત્યારબાદ આવેલા સાહેબ ગામ ના માજી સરપંચ ઈબ્રાહીમભાઈ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સરપંચ સંગઠન મહામંત્રી અને અબડાસા ભાજપ બંક્ષીપંચ મોરચા ના પ્રમુખ રજાક હિંગોરા દ્વારા મામલતદાર ને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ અબડાસા તાલુકા પંચાયત ના ચેરમેન જાફરભાઈ હિંગોરા દ્વારા મામલતદાર સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ અબડાસા મામલતદાર કચેરી અન્ય કર્મચારીઓ ને મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈસ્માઈલ હિંગોરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામ ના આગેવાન ગનીભાઇ હિંગોરા અને અનવરભાઈ હિંગોરા અને રસીકભાઈ હિંગોરા સહિત હાજર રહ્યા હતા તેમ ગામ ના સરપંચ રજાક હિંગોરા જણાવ્યું હતું