પાટણ જિલ્લા ના રાધનપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડા ગામના સેવાભાવી લોકોએ પૂર્યા..

પાટણ જિલ્લાને અડીને પસાર થતા દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર આવેલા રાધનપુર સાતલપુર વચ્ચે મસમોટા ખાડા પડવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે પર પડેલ ખાડાને લઈને વાહનોના અકસ્માત થવાની ઘટનાઓ પણ રોજબરોજ સામે આવી રહી છે. રાધનપુર વારાહી એને સાતલપુર હાઈવે પર પડેલ ખાડા પુરવા બાબતે વિસ્તારમાંથી અનેકો વખત નેશનલ હાઇવે ઓથોરિટી અને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હાઈવે પર પડેલ ખાડા રીપેરીંગ કરવા બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતા રાધનપુર શહેરના યુવાનો અને સેવાભાવી મિત્રો દ્વારા રાધનપુર શહેર નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ તેમજ હાઇવે પર પડેલ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના હેપ્પી મોલ નજીક સર્વિસ રોડ પર પડેલ મસ મોટો ખાડમાં બે ટ્રેકટર રોડા નાખી યુવાનો દ્વારા પુરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે પર પડેલ ખાડા પુરતા નગરના સેવાભાવી યુવાન હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હાઈવે પર પડેલ ખાડા ને લઈને કેટલીકવાર બાઇકચાલકો પટકાયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે જ્યારે ગત વર્ષે હેપી મોલ પાસે પડેલ ખાડામાં મોટું આઇસર પલટી મારી ગયું હતું આજે હાઈવે પર પડેલ ખાડા બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી હાઈવે પર પડેલા ખાડાને કારણે કોઇ વાહનચાલકને જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હાઈવે પર પડેલા ખાડાને કારણે કોઇ વાહનચાલક નો જીવ ન જાય તેના માટે થઈ અમારા મિત્ર વર્તુળ દ્વારા હાઈવે ના ખાડા પુરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
રિપોટર ભરતભાઈ સથવારા પાટણ