ગુજરાતમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ઑ માટે આવક મર્યાદા 2.50 લાખ છે જે હટાવવામાં આવે તેમજ શીષ્યાવૃતિ મળે તે માટે ગુજરાતનાં સમગ્ર અનુસુચિત જતિના વિદ્યાર્થીઓ તેમજ કચ્છના વિદ્યાર્થીઓ કચ્છ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ફી. શિષ્યવૃતિ માટેની વાર્ષિક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ છે, જેમા સરકારના નિયમ મુંજબ દર બે વર્ષે તેની સમીક્ષા કરીને તેમા વધારો કરવાનો હોય છે, પરંતુ સરકાર દ્રારા અનુસુચિત જાતિની વાર્ષિક આવક મર્યાદા બાબતે છેલ્લા કેટલાક વર્ષોથી આ માટે સમીક્ષા કરવામાં આવી નથી, તેમની શૈક્ષણિક લાભો માટેની વાર્ષિક આવકની મર્યાદામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી, ત્યારે વાર્ષિક આવકની મર્યાદા રૂ. ૧૦ લાખ કરવામાં આવે તેવી ભારતીય વિદ્યાર્થી મોર્ચા ( કચ્છ યુનિટ ) દ્રારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માગ કરવામાં આવી હતી, આવેદનપત્રમાં કરેલા ઉલ્લેખ મુંજબ છેલ્લા દસ – બાર વર્ષોમા મળેલા પગાર પંચના કારણે સામાન્ય ચોથા વર્ગના કર્મચારીઓના પગારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ કરતા વધી જાય છે, જેના કારણે અનુસુચિત જાતિના અસંખ્ય વિદ્યાર્થીઓ કેટલાય વર્ષોથી આ આવક મર્યાદાના કારણે શૈક્ષણિક શિષ્યવૃતિના લાભોથી વંચિત રહેવા પામેલ છે, આ અન્યાયપુર્ણ કારણસર અનુસુચિત જાતિના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસમા ઉચ્ચ ટકાવારી લાવવા છત્તા પણ આવક મર્યાદાના કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમા શિષ્યવૃતિના લાભ નહી મળી શકવાને કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે, કે પછી તેમને અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબુર થવુ પડે છે, જ્યારે ઘણીવાર મેરીટ હોવા છત્તા પણ આવક મર્યાદાના કારણે તેમની પસંદગીથી વિપરીત અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે, ત્યારે તેમની માગ સંતોષાય તે માટે કચ્છ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવા માટે ભારતીય વિદ્યાર્થી મોર્ચા કચ્છ જિલ્લા યુનિટનાં અધ્યક્ષ ખેતરાજભાઈ બગડા, નખત્રાણા તાલુકા પ્રભારી સીજુ શીવજી, નખત્રાણા તાલુકા અધ્યક્ષ જગદીશભાઈ મહેશ્વરી, તેમજ વિપુલ ગરવા, અરવિંદ મારવાડા, અશ્વિન સંજોટ, અમૃત ભાંભી વગેરે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા..