અડધો લાખની રોકડ લઇ જુગારની બાજી માંડી બેસેલ ૦૭ જેટલા ગંજીપાના પ્રેમીઓની બાજી ઉંધી પાડી ઝડપી લેતી ભાવનગર, ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

આગામી ગણપતી ઉત્સવ અનુસંધાને ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર સાહેબની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા સીટી મદદનીશ પોલીસ અધીક્ષક સફીન હસન સાહેબનાઓએ અસરકારક કામગીરી માટેના સુચનો મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો જુગારની જગ્યા પર દરોડો..

આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૧ ના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકી સાહેબ તથા ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ. એ.પી.જાડેજા તથા ઘોઘા રોડ સર્વલેન્સ સ્ટાફ એમ પોલીસ સ્ટેશન હાજરમાં હતા, તે દરમ્યાન પોલીસ ઇન્સ. આર.આઇ.સોલંકીને અગાઉ મળેલ અંગત બાતમી હકિકત આધારે આંબાવાડી, સ્વસ્તિક સોસાયટી, પ્લોટ નં.૧૪૪, નો કબ્જો ભોગવટો ધરાવતા ચંદુભાઇ ધનશ્યામભાઇ સચદેવ પોતાના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપાનાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી પોતાના આર્થીક લાભ સારૂ નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે મદદનીશ પોલીસ અધીક્ષક સાહેબ પાસેથી જુગારની રેઇડ કરવાનું ખાસ વોરંટ મેળવેલ જે અનુસંધાને રેઇડ કરી આરોપીઓ (૧) ચંદુભાઇ ધનશ્યામભાઇ સચદેવ/સીંધી, ઉવ.૫૦, રહે.પ્લોટ નં.૧૪૪, સ્વસ્તિક સોસાયટી, આંબાવાડી, ભાવનગર તથા (૨) ઇરફાનભાઇ મુનાફભાઇ બકીલી/આરબ, ઉ.વ.૩૫, રહે.જુની માણેકવાડી, ભુતના લીંમડા સામે, હમદભાઇના મકાનમાં, ભાવનગર તથા (૩) વિનોદભાઇ દેવજીભાઇ સોલંકી/કોળી, ઉવ.૩૦, રહે.આનંદનગર, ૫૦ વારીયા, વિમાના દવાખાના પાસે, ભાવનગર તથા (૪) સોહીલભાઇ ઇકબાલભાઇ પઠાણ/ફકીર,  ઉવ. ૨૪, રહે.૧૪ નાળા, બેઠલાનાળા પાસે, ઘોઘારોડ, ભાવનગર તથા (૫) જાવેદભાઇ અલીભાઇ સેદાતર/મુસ્લીમ, ઉવ.૩૨, રહે.નવાપરા, મદીનાબાગની બાજુમાં, ભાવનગર તથા (૬) જાવેદભાઇ ઇસ્માઇલભાઇ શાહ/મુસ્લીમ, ઉવ.૨૬, રહે.૫૦ વારીયા, ૧૪ નાળા, જેતુનબેનના મકાનમાં, ઘોઘારોડ, ભાવનગર તથા (૭) અમીનભાઇ રજાકભાઇ ડેરૈયા/ધાંચી, ઉવ.૩૦ રહે.નવાપરા, ડાયદરજણનો ખાંચો, ભાવનગરવાળાઓને રોકડા રૂા.૫૨,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂા.૧૩,૫૦૦/- તથા ચાર મો.સા. કિ.રૂા.૧,૧૫,૦૦૦/- મળી કુલ *રૂા.૧,૮૦,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગારધારા કલમ-૦૪, ૦૫ મુજબ ગુન્હો કરેલ હોય તેઓની આગળની તપાસ પોલીસ ઇન્સ. આર.આઇ.સોલંકીની સુચનાથી હેડ કોન્સ. વાય.અને.ગોહિલ સાહેબએ હાથ ધરી છે.

રિપોર્ટર એ ઝાદ  શેખ ભાવનગર મો