રાપર શહેરમાં રાત્રે અડધો ઇંચ વરસાદ થયો


રાપર શહેરમાં રાત્રે અડધો ઇંચ વરસાદ થયો
આજે દિવસ દરમિયાન સખ્ત ઉકળાટ ભર્યું વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી મા લોકો સેકાયા હતા તે દરમિયાન રાત્રિના દસ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે વરસાદ ના ઝાપટા વરસ્યા હતા અંદાજ મુજબ અડધા ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા રાપર . રવ નંદાસર ડાવરી ત્રંબો નિલપર ડાભુંડા સઈ કલ્યાણપર સહિત ના આસપાસ ના ગામો એ વરસાદ ના ઝાપટા પડ્યા હતા સતત બે દિવસ થી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો મા વરસાદ ની આશા બંધાઈ છે ખેતરો મા ઉભા પાકને ખૂબ ફાયદાકારક વરસાદ સાબિત થશે વરસાદ ના લીધે લોકો મા આનંદની લાગણી વ્યાપી છે રાપર શહેર મા પડેલા વરસાદને લીધે યુવા વેપારી કિશન કારીયા અને ખેડૂત પુત્ર ધર્મેન્દ્ર સિયારીયા એ વરસાદ થતાં આનંદ ની લાગણી સાથે જણાવ્યું હતું કે રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદને લીધે ખેતી ના પાક ને ફાયદાકારક છે જો ખેતીવાડી મા મોલ પાકશે તો વેપારીઓ ના ધંધા રોજગાર મા ફાયદો થાય તેમ છે હવે બે દિવસ થી પડી રહેલા વરસાદને કારણે લોકો ને વધુ વરસાદ ની આશા બંધાઈ છે વરસાદ ના લીધે વાતાવરણ ઠંડકમય બની ગયું હતું