આમ આદમી પાર્ટીના લીંબડી શહેર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી


આમ આદમી પાર્ટી એટલે કે તમે અમે અને આપણે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વગાડ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શહેર પ્રમુખ તરીકે ડીયુ પરમાર, ઉપ પ્રમુખ તરીકે શક્તિસિંહ ઝાલા અને અયુબભાઈ મુલતાની નિમણૂક કરવામાં આવી હતી લીંબડીમા આવનાર થોડા જ દિવસોમાં યોજાનારી વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણી યોજાનાર હોય ત્યારે લીંબડી આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો કમરકસીને કામે લાગી ગયા છે અને વોર્ડ નંબર 5 ની બેઠક આમ આદમી પાર્ટીને ખોળે કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી શહેરમાં દિનપ્રતિદિન આમ આદમી પાર્ટીની ટીમ સંગઠીત થતી જોવા મળી રહી છે ત્યારે આ સમયે જીલ્લા ઉપ પ્રમુખ હરેશભાઈ જાદવ, જીલ્લા સંગઠન મંત્રી કલ્પેશ વાઢેર, લીંબડી તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, પુર્વ જીલ્લા પ્રમુખ પરસોતમભાઈ મકવાણા, નરેનભાઈ વાણીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા
બાઈટ કલ્પેશ વાઢેર જીલ્લા સંગઠન મંત્રી
રિપોર્ટર=mahipat bhai Metaliya