કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ કેફી પીણું પીધેલી હાલતમાં શખ્સો ઝડપાયા.
મુન્દ્રા તાલુકાનાં ભદ્રેશ્વરમાં વડાલા બસ સ્ટેશન પાસે મહિપતસિંહ ભીમજી રાઠોડએ ગેરકાયદેસર રીતે જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી જઈ ગુનો કરેલ છે. મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવેલ છે.
જ્યારે માંડવી તાલુકાનાં શેરડી ગામે ધિરાજભાઈ લઘુભાઇ સંગાર ,નખત્રાણા તાલુકામાં મોટા યક્ષ ત્રણ રસ્તા પાસે બુદ્ધુભા રવજી રાઠોડ અને લખપત તાલુકામાં ઘડૂલી ગામના ત્રણ રસ્તા પાસે સ્વરૂપસિહ પુંજાજી સોઢા, માંડવી તાલુકાનાં નાના ભાડિયા ગામે રામજી વાલજી વિજોડા, ભુજ તાલુકાના માનકુવા ગામે રેલ્વે ફાટક પાસે કાલીદાસ સામજી મહેશ્વરી, લખપત તાલુકાના કોટડા ત્રણ રસ્તા પાસે નવીન કાનજી ગરવા નામના શખ્સો પણ કેફી પીણું પીધેલી હાલતમાં પકડાયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.