કચ્છમાં પ્લેન ક્રેશમાં વીરગતિ પામેલા એર કોમોડરને વાયુસેનાએ સૈન્ય સમ્માન સાથે ભીની આખે અંતિમ વિદાય આપી હતી.

કચ્છમાં એરફોર્સના  પ્લેન  ક્રેશનો બનાવ અગાઉ પેલા પણ બની ચૂક્યો  છે. પરંતુ , મુંદ્રા બેરજા પાસે તારીખ ૫ મી જૂને બનેલા આ બનાવમાં કચ્છ ક્યારેય નહીં ભૂલે , કેમકે આ બનાવમાં દેશે એક ઉચ્ચ તાલીમી , અનુભવી અને શૂરવીર અધિકારી ગુમાવ્યો છે. ૫ જૂને એરફોર્સના ફાઇટર પ્લેને ઉડાન ભરી પરંતુ કોઈ યાંત્રિક ક્ષતિના કારણે પ્લેન કચ્છના બેરજા ગામ પાસે ક્રેશ થયું હતું. જેમાં જામનગર એરબેઝના કોમોડોર સંજય ચૌહાન મૃત્યુ પામ્યા. એરફોર્સની તપાસ દરમ્યાન ફાઇટર પ્લેનના ટુકડાઓની સાથે તેમનું શરીર પણ ટુકડાઓમા વિખરાયેલું મળ્યો.  તેમના પાર્થિવ શરીર છૂટા અવયવોને એરફોર્સ સન્માન સાથે જામનગર મોકલ્યા હતા. જ્યાં ગુરુવારે તેમના પરિવારની હાજરીમાં એરફોર્સ ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ આ મૃત્યુ પામેલા કોમોડોર સંજય ચૌહાનને ભીની આખે અંતિમ વિદાય આપી હતી. એરફોર્સ સલામી સાથે તેમની અંતિમ યાત્રા નીકળ્યા પછી જામનગરના શ્મશાનગૃહમાં  તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *