ભાવનગર – રાજુલા – વેરાવળ પર સતત ત્રીજા દિવસે અકસ્માત : ૩ ટ્રકો અથડાતાં
રાજુભા- ભાવનગર -વેરાવળ રોડ પર આવેલ ઠાકરધણી હોટલ પાસે ત્રણ ટ્રકો સામ -સામે ધડાકા ભેર અથડાયા. જેમાં કુદરતની ઘટના કહો કે ડ્રાઈવરનું નશીબ, આ અકસ્માત માં બે જણા ગંભીર રીતે ઘાયલ થયેલા છે. જો કે આ બનાવમાં જોતાં આવું લાગે છે કે કેટલાય લોકોનું મોત થયું હશે. આ વિચિત્ર અકસ્માતમાં છટડિયા અને વડ ગામના યુવાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને ટ્રકની અંદર ફસાયેલા ડ્રાઈવરને ૧૦૮ પહોચે તેના પહેલા બહાર કાઢીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા આ ડ્રાઈવરનો બચાવ કરીને માનવતાની દ્રસ્તીએ સારો કામગિરિ બજાવેલ હતી. આ યુવાનો દ્વારા અકસ્માત જોતા જ પળનો પણ વિચાર કર્યા વગર ટિંગાતોળી કરીને હાથ લાગ્યા વાહનમાં રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ગોવિંદલાલ રામલાલ (ઉ. વ . ૨૦ ) તેમજ રાજેન્દ્ર પ્રસાદ શાહ (ઉ. વ . ૨૫ ) જેઓ બન્ને મધ્યપ્રદેશ ના રહેવાસી છે. આમ નાત જાત કે પ્રદેશવાદ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલે પહોચડતા આ બંને જીવ બચેલ છે . આ બંને રાજુલા હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે મહુવા રિફર કરવામાં આવેલ છે. ઉપરોક્ત આ ઘટના રાજુલા -વેરાવળ -ભાવનગર હાઇ -વે પર સતત ત્રીજા દિવસે બનેલ છે. આમ , આ રોડ અકસ્માત ઝોન બનતો જાય છે . આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અને અક્સમાતમાં લોકોના ખપ્પર હોમાઈ રહ્યા છે. તે નિવારવા માંગ ઉઠેલ છે .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.