વેરાવળ-શાપર ના સર્વિસ રોડ મા મસમોટા ખાડાઓ જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો ને પડતી હાલાકી જેમાં અકસ્માત થવાનો પણ ભય..


વેરાવળ-શાપર ના સર્વિસ રોડ મા મસ મોટા ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અહીંયા દર ચોમાસા આજ હાલત થતા સર્વિસ રોડ મા મસ મોટા ખાડાઓ નું સાંમરાજ્ય ખડકાયેલ જોવા મળે છે. હાઇવે ઓથોરિટી ની ધોર બેદરકારી સામે લોકો ને દર ચોમાસા મા આજ મુશ્કેલી પડતી જોવા મળે છે. દિવસભર ના ઝાપતા વર્ષતા રોડ પર વરસાદી પાણી નો ભરાવો થતા આજુબાજુ દુકાન ધારકો અને પસાર થતા વાહન ચાલકો ની ઉપર આરોગ્ય નો ખતરો મંડારાયેલ હોય જેથી લોકો ની એકજ માંગ છે.કે વહેલી તકે આ સર્વિસ રોડ નું વ્યવસ્થિત સમારકામ કરવામાં આવે..
રિપોર્ટર:-ચીમન મહિડા શાપર-વેરાવળ.રાજકોડ