મુન્દ્રામાં યુવકનો આપઘાત , ગાંધીધામ – સમખીયાળી

કચ્છ ખબર ડોટકોમ , ભૂજ : જિલ્લામાં રાતવચાળે વધુ ત્રણ લોકોના અકાળે અપમૃત્યુ નોધાયા છે . મુંદરના લશ્કરી માતમ ચોકમાં આવેલી પિરાની ડેલીમાં રહેતા ૨૩ વર્ષ ના યુવકે રાત્રે ૧૧ વાગ્યના સમયમાં અગમ્ય કારણોસર ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો . મૃત વિજય વસંતભાઈ પાયડે સીલિંગ ફેનમાં દોરી બાંધી  આત્મહત્યાનો પગલો ભરી લેતા તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ છે . ઘટના ની તપાસ કરી રહેલા મુંદરના હેડ કોસ્ટેબલ મુકેશ ભાડકાએ જણાવ્યુ હતુ કે , આપઘાતનું કારણ  હજુ સુધી જાણવા મળેલ નથી .મૃત યુવકની થોડાક સમય પહેલાજ સગાઈ થઈ હતી. બીજી બાજુ , રાત્રે ૯ વાગ્યે ગાંધીધામ -કંડલા હાઇવે પર ટ્રક ટ્રેલરે મોટર સાઇકલ પર જઇ રહેલા યુવકને પાછાળ થી ટક્કર મારતા  કિડાણાના જુણસ ઇબ્રાહિમ કક્ક્લ નામના યુવકનું મૃત્યુ નીપજયું . ઘટના બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથે ધરી છે. ત્રીજી બાજુ , સામખીયાળીની ઇલેક્ટ્રોથર્મ કંપની બે  મહિલા પહેલા પણ અકસ્માતે ગરલ્હાય ઓઇલ ઉડતા દાઝી ગયેલા ૨૬ વર્ષના કૌશિક રમેશ રંગપરિયા (રહે . ઈટી કંપની ક્વાટર ) નું રાજકોટ ની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ. ગત, ૫ મી એપ્રિલના રોજ મધ્ય રાત્રે સાડા બાર વાગ્યે કંપની માં હાઈડ્રોલીક મશીનની પાઇપ ફાટતાં ગરમ લ્હાય ઓઇલ તેમના પર ઉડ્યુ હતું જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *