ભાવનગરમાં ઘોઘાગેટ પાસે બે દિવસ પૂર્વે એક્સેસ સ્કુટર થયેલ ચોરી ભાવનગર એસ.ઑ.જી. પોલીસ દ્વારા ઝડપાયો .
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હઓના ભેદ શોધી કાઢવા આપેલ સૂચના અનુસંધાને ભાવનગર નેત્ર પ્રોજેક્ટની મદદથી આજે એસ.ઑ.જી. સ્ટાફના પોલીસ કોન્સટેબલ સોહિલભાઈ ચોકીયા તથા વિશ્વજિતસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે મયુર અરૂણભાઈ સોલંકી ઉ.વ. ૧૯ રહે. ગોહિલનગર ભવનગરવાળાને કાગળ વગરના સફેદ કલરના નંબર વગરના એક્સેસ સ્કુટર કી.રૂ. 35,000/- સાથે ઝડપાયો હતો. સ્કૂટરના એન્જિન નંબરના આધારે નેત્ર સોફ્ટવેરની મદદથી રજી.નંબર GJ 04 CK 0725 નું હોવાનું જણાઈ આવેલ છે. આરોપીને સ્કૂટર બાબતે પૂછતાં તેને સ્કૂટર બે દિવસ પહેલા ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને ગંગાજળિયા પોલીસ સ્ટેશને વાહન ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામગીરીમાં એસ.ઑ.જી.ના હેડ કોન્સટેબલ યોગેન્દ્ર્સિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સટેબલ સોહિલભાઈ ચોકીયા તથા વિશ્વજિતસિંહ ઝાલા તથા હરેશભાઈ ઉલવા તથા ખાસ નેત્ર કમાન એન્ડ કંટ્રોલ રૂમનો ટેકનિકલ સ્ટાફ જોડાયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.